LICના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ યોજના સાથે Aadhaar લિંક કરાવવું જરૂરી 

સરકારે વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) ની પેન્શન યોજના 'વડાપ્રધાન વય વંદન યોજના (PMVVY)'ના ગ્રાહકો માટે આધાર જરૂરી કરી દીધુ છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8 ટકા રિટર્ન (Return) આપે છે.

LICના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ યોજના સાથે Aadhaar લિંક કરાવવું જરૂરી 

નવી દિલ્હી: સરકારે વરિષ્ઠ નાગરિકો (Senior Citizen) ની પેન્શન યોજના 'વડાપ્રધાન વય વંદન યોજના (PMVVY)'ના ગ્રાહકો માટે આધાર જરૂરી કરી દીધુ છે. આ યોજના વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 8 ટકા રિટર્ન (Return) આપે છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) આ યોજનાને ઓપરેટ કરે છે. 2017-18 અને 2018-19ના સામાન્ય બજેટમાં તેની જાહેરાત થઈ હતી. 

ફાઈનાન્સ મિનિસ્ટ્રીના નોટિફિકેશન મુજબ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનારા લોકોએ આધાર સંખ્યા કે પછી આધારની પ્રોસેસની જાણકારી આપવી જરૂરી રહેશે. આ નોટિફિકેશન આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભ તથા સેવાઓના નિર્ધારિત વિતરણ) અધિનિયમ, 2016 હેઠળ 23 ડિસેમ્બરના રોજ બહાર પડાયું છે. 

આ નોટિફિકેશનમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતી હોય પરંતુ તેની પાસે આધાર નંબર ન હોય ક પછી તેણે આધાર માટે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો તેણે આ યોજનાનો લાભ લેવા અરજી કરતા પહેલા આધાર માટે નામાંકન કે પછી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. 

જુઓ LIVE TV

બાયોમેટ્રિક દ્વારા જો આધારની ચકાસણી ન થઈ શકે તો આવા કેસોમાં નાણાકીય સેવા વિભાગ પોતાની કાર્યરત એજન્સી દ્વારા લાભાર્થીઓ માટે આધાર નંબર મેળવવામાં મદદ માટે જોગવાઈ કરશે. 

આ ઉપરાંત આવા કેસોમાં બાયોમેટ્રિક કે આધાર ઓટીપી કે સમય આધારિત ઓટીપીથી વેરિફિકેશન શક્ય નથી, તેમાં આધાર કાર્ડ આપીને યોજનાનો લાભ લઈ શકાય છે. આધાર પર છપાયેલા ક્યૂઆર કોડના માધ્યમથી તેને વેરિફાય કરી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news